શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિધાશાખાના, સાદરાના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવકોએ સાદરા પરિસર અને આજુબાજુના ગામોની પ્રાથ.શાળાઓના વિધાર્થીઓને સાથે રાખી વૃક્ષારોપણ કર્યુ હતુ.
જેમાં ફૂલછોડની સાથે લીમડા, બોરસલી, કરણ, અડુંસા, લીંબુ અને આસોપાલવના વૃક્ષોના રોપા પરિસરમાં રોપવાની સરસ પ્રવૃત્તિ કરી જેમાં એનએસએસ સ્વય સેવકોમાંથી અર્જુનરાય શીખ, અનીલ કુકડિયા, અજય મેમાકિયા, રણજીત અને દેવાશીષ મોહંતી સહિત પ્રોગ્રામ ઓફિસર ડૉ. નીરજ સિલાવટ હાજર રહ્યા હતા.