બરવાળા તાલુકાના કુંડળ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજુર થયેલા નવનિર્મિત પાંચ મકાનો ના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિરેન્દ્રભાઈ ખાચર(પ્રમુખ તાલુકા પંચાયત બરવાળા) અનિરૂધ્ધસિંહ ગોહિલ(તાલુકા વિકાસ અધિકારી) સુરેશભાઈ ગઢીયા(પ્રમુખ બરવાળા તાલુકા ભાજપ) લીંબાભાઈ કમીજળીયા(સરપંચ કુંડળ ગ્રામ પંચાયત) મહેશભાઈ ખોડદા,હસુભાઈ પટગીર, તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિતના કુંડળ ગામના આગેવાનો હોદેદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
બરવાળા તાલુકા પંચાયત હસ્તક પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓના કુંડળ ગામના રહીશોના મકાનો મંજુર થયેલ હતા જે પૈકી પાંચ લાભાર્થીઓના મકાનોનું બાંધકામ પુર્ણ થયે મકાનો તૈયાર થઈ જતા પાંચેય મકાનોનુ લોકાર્પણ વિરેન્દ્રભાઈ ખાચરના હસ્તે કરવામાં આવ્યું હતુ.જેમાં લાભાર્થીઓઓ પોતાના નવા મકામમાં કુંભઘડો મુકી ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો.