સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગૃહ પ્રવેશ આપવા અંગેનો તા.ર૩-૮-૧૮ના રોજ અલગ-અલગ વિસ્તારોમાં કાર્યક્રમો નક્કી કરવામાં આવેલ તે અન્વયે આજે ધોલેરા તાલુકાના ભાણગઢ મુકામે ૧૦૬ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ડીડીઓ અરૂણ મહેશ બાબુ, આર.સી. પટેલ અમદાવાદ, ભાજપ જિલ્લા પ્રમુખ, માધુભાઈ ઠાકોર અ.જિ. ભાજપ મહામંત્રી, જીતેન્દ્રસિંહ ચૌહાણ-અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ, મામલતદાર ધોલેરા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર અમદાવાદ સહિતના મહાનુભાવો અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે લાભાર્થીઓને ગૃહ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવાના ભાગરૂપે સાગરભાઈ સોલંકી-ધોલેરા ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ તથા જિલ્લા અમદાવાદ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન વતી દિગ્પાલસિંહ ચુડાસમા, એપીએમસી ચેરમેન-ધંધુકાના સહદેવસિંહ ગોહિલ, ભુપતસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા સહીયારા પ્રયત્નો હાથ ધર્યા હતા તો વળી કેટલાક લોકોના મંતવ્યો પ્રમાણે વાસ્તવિક માનવ જરૂરીયાતો માટે પત્રમાં પારદર્શિતા લાવવાની જરૂર છે તેમ જણાવ્યું હતું.