રાજુલાના ચીફ ઓફીસર સામે ૩પ કરોડનું ભુગર્ભ કૌભાંડનું ભુત ધુણે છે. ત્યાં અઢી કરોડનું શૌચાલય કૌભાંડ નિવૃત્તીના માત્ર પાંચ દિવસ બાકી હોય ત્યારે ભાવનગરથી નગર નિયામકની ટીમ શૌચાલયના કૌભાંડની તપાસાર્થે ત્રાટકી તપાસમાં ચીફ ઓફિસર તપાસ અધિકારીઓ સાથે રહ્યા પણ તપાસ કરતા અધિકારીઓ ચોંકી ઉઠ્યાં.
રાજુલાના અતિ વિવાદીત ચીફ ઓફીસર આર.કે.પરીખ ઉપર રાજુલા નગરપાલિકાની નવી બોડીના પ્રમુખ બાધુબેન બાલાભાઈ વાણીયા તેમજ ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા તેમજ નગરપાલિકાના સદસ્યો દ્વારા લેખીતમાં જિલ્લા કલેકટરથી લઈનેભ ાવનગર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી ચીફ ઓફીસરે કરેલા પ્રથમ ભુગર્ભ ગટર યોજનાના રૂા. ૩પ કરોડના કૌભાંડના આક્ષેપોનુ ભુત હજી ધુણે છે ત્યારેચ ીફ ઓફીસર આર.કે. પરીખને તેની વય મર્યાદાના માત્ર દિવસ પ જ બાકી હોય ત્યારે બીજુ કૌભાંડે તો ખળભળાટ મચાવી દીધો જે શહેરમાં શૌચાલયો બનાવવામાં રૂા. અઢી કરોડના કૌભાંડ થયાની ફરિયાદ અરજી ફોટા સાથે જ એક એક વ્યકિતના ફોટા જ ૪ લાભાર્થીમાં નજરે નવી નગરપાલિકા બોડીને નજરે ચડતા ફરી શૌચાલય કૌભાંડની રજુઆત ફરિયાદ અને ભારોભાર ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ પ્રુફ સાથે જિલ્લા કલેકટર અને ભાવનગર નગર નિયામકને કરતાં ભાવનગરની ટીમ ત્રાટકી અને તપાસનો આરંભ રાજુલાના ડુંગરા વિસ્તારથી ડુંગરે ચડ્યા સાથે ચીફ ઓફીસરને સાથે રાખેલ અને જયાં તપાસમાં શૌચાલય લાભાર્થીઓના સ્થળ તપાસમાં કયાક કયાક સંડાસના કુકડા બહાર પડ્યા છે. અને સંડાસ પુર્ણ થયાના લાભાર્થીઓ પાસેથી નિવેદનો મળતા અને લેખીતમાં લાભાર્થીઓના નિવેદન લેતા ટીમ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં. ત્યારે તપાસ ટીમના અધિકારી દ્વારા ચીફ ઓફીસરને કહેલ કે ૧૦ સંડાસો સારા બન્યા હોય તેવા બનાવો ત્યારે વહેલી સવારે ચીફ ઓફીસર ડુંગરે ચડ્યા સમય સવારના પ-૩૦ કલાકે ચીફ ઓફીસર આર.કે. પરીખ લાભાર્થીઓને ગોવત ધુમરીયે ચડ્યા અને લાભાર્થીઓને કહેલ કે અમારા સંડાસો અધી વરસાદમાં પડી ગયા છે. તેવું તપાસ ટીમને નિવેદન આપજો પણ તપાસ ટીમને ચીફ ઓફિસર માત્ર ૧ૅ૦ લાભાર્થીઓ બતાવી ન શકયા ત્યારે હવે ચીફ ઓફીસર આર.કે. પરીખને નિવૃત્તિના ગણત્રીના માત્ર પાંચ દિવસ બાકી હોય ત્યારે ૩પ કરોડના ભુગર્ભ ગટર યોજનાનું કૌભાંડ અને અઢી કરોડનું શૌચાલય કૌભાંડ ચીફ ઓફીસરને સામે કોઈ પગલા લેવાશે કે કેમ ? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અગાઉ ચાર વૃષ પહેલા કે.એમ. પરમારને નિવૃત્ત થતા આજ નગરપાલિકામાં છેલ્લા દિવસે ચીફ ઓફિસરને સસ્પેન્સ કરાયા હતાં. ત્યારે હાલના ચીફ ઓફીસર પર તંત્ર દ્વારા શું કાર્યવાહી થાય છે. ચીફ ઓફીસર હેમ ખેમ પાર ઉતરે છે કે તે સમય બતાવશે.