આદિત્ય બિરલા અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ દ્વારા રાજુલાના ઉચૈયા ગામે વૃક્ષ રોપણ ઉપરાંત ર૦૦-રોપાનું વિનામુલ્યે વિદ્યાર્થીઓને વિતરણ કરાયું કંપનીના અધિકારીઓ સરપંચ અને શાળાના તેમજ ગામ આગેવાનોએ અભિનંદન પા૮વયા.
આજે આદિત્ય બિરલા અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ દ્વારા રાજુલાના ઉચૈયા ગામે શાળામાં વૃક્ષરોપણ તેમજ ર૦૦ વૃક્ષોના છોડનું વિનામુલ્યે વિતરણ કરાયું જે પ્રકૃતિ પ્રેમી ઓ તેમજ કુદરતી સંપતી વૃક્ષોથી જ વરસાદનું આગમન થતું હોય તેને ધ્યાને રાખી કંપનીના ત્રણ અધિકારીઓએ પર્યાવરણ બાબતે બહોળી સંખ્યા ગામ આગેવાનોને નાળીયેરી સહિત વિવિધ વૃક્ષોના રોપા વિષે અતિ મહત્વની જાણકારી માટે કંપનીના અધિકારી વિનોદ શ્રીવાત્સવ, હીતેષ જોષી, ઈશાબેન દેસાઈ સહિત હાજર રહી પર્યાવરણ બાબતે માર્ગદર્શન અપાયું આ પ્રસંગે ઉચૈયા ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, ઉપસરપંચ દીલુભાઈ ધાખડા સહિતે કંપનીના ત્રણેય અધિકારીઓ આભાર વ્યકત કરેલ ત્યારે કંપની તરફથી લાવેલ વૃક્ષોના ર૦૦ રોપાઓનું વિનામુલ્યે વિતરણ કરાયું.