સિહોર ખાતે રહેતા નિવૃત્ત શિક્ષકના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ઘરના કબાટો તોડી ચોરી કરવા પ્રયાસ કર્યો હતો પણ તસ્કરોને કશું હાથ ન લાગ્યાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ ભરતભાઇ મહેતા કે જેઓ નિવૃત્ત શિક્ષક છે અને નાનો દીકરો ભાવનગર રહેતો હોય અને મોટા બે સુરત રહેતા હોય ત્યારે સિહોર આવેલ મકાન માં ૧ માસ માં ૧૦ થી ૧૫ દિવસ સિહોર રહે છે જ્યારે બાકીના દીવસો દીકરા સાથે રહેતા હોય તેવામાં થોડા દિવસ થી ભાવનગર દીકરા ના ઘેર ગયા હોય ત્યારે બંધ મકાન ના ગત રાત્રી ના કોઈ શખસો દ્વારા મેઇન ગેટ ના તાળા તોડી અંદર ઘરમાં ખાતર પાડ્યું હતું ત્યારે ભરતભાઇ ને આડોસી પાડોશી દ્વાએ જાણ કરતા તાબડતોબ સિહોર આવેલ સિહોર પોલિસ ને જાણ કરતા પોલિસ પણ તાત્કાલિક પહોંચી હતી ત્યારે અંદર તપાસ કરતા બધો સામાન વેરવિખેર હોય લોખંડ ના ૪ કબાટો તોડી મસમોટું નુકશાન કરેલ ત્યારે કોઈ દાગીના કે રોકડ નહિ ગયા નું ભરતભાઇ દ્રારા જણાવેલ અને વધુ સામાન જોયા પછી વિગત જાણવા મળશે ત્યારે ચોરો દ્વારા પોલીસ ને પણ પડકાર આપી રહયા છે ત્યારે લોકો ના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ૩ કે ૪ ચોરી છે ત્યારે પોલિસ ને આ પડકાર કરી ખુલ્લી ચેલેન્જ આપીછે આ અંગે કોઈ હજુસુધી કોઈ ફરિયાદ લખાવેલ નથી. વધુ તપાસ સિહોર પોલીસ ચલાવી રહી છે.