રાજુલાના ગોકુલનગર-રના નવા રોડ માટેનો વર્ષો જુનો પ્રશ્ન ઉકેલતા નગરપાલીકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, નવા રોડ બનાવવા દિવાળી પહેલા યુધ્ધના ધોરણે કામ શરૂ થતા ગોકુલનગરમાં ખુશીનો માહોલ છવાયો છે.
રાજુલા શહેરના વોર્ડ નં. ૭ના ગોકુલનગર-રના નવા રોડ માટે ગોકુલનગર-રના પ્રમુખ ચાંપરાજભાઈ વરૂ – ઉપપ્રમુખ બિચ્છુભાઈ વાળા દ્વારા વર્ષોથી નવા રોડ બનાવવાની થતી રજુઆતથી નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, ચેરમેન દિલીપભાઈ જોષી જે વોર્ડ નં. ૭માંથી જ ચૂંટયેલા સદસ્ય હોય જેને ગોકુલનગરમાં ઉપરથી આવતુ ગંદુપાણી અને નવો રોડ બનાવા રજુઆત ચાલી આવતી હોય જે નવી ગટર પણ મંજુર થઈ હોય અને નવા રોડ કામગીરી દિવાળી પહેલા પુર્ણ થાય તે માટે યુધ્ધના ધોરણે રાત દિવસ માથે ઉભા રહી મહેન્દ્રભાઈ ધાખડા શિક્ષણ ચેરમેન, દિલિપભાઈ જોષી ચેરમેન, ગોકુલનગરના પ્રમુખ ચાંપરાજભાઈ વરૂ, અમરૂભાઈ બારોટ, ચંપુભાઈ વાળા, ઉપપ્રમુખ બીચ્છુભાઈ વાળા, મંગળુભાઈ ધાખડા, ધોહાભાઈ વાળા, બાબભાઈ ઉમટ, રાજુભાઈ જીઈબી, જયરાજભાઈ, રમેશભાઈ બળદાણીયા સહિતની હાજરીમાં ગોકુલનગર-૧ અને ગોકુલનગર-ર ફરતે રીંગ રોડ મંજુર કરી યુધ્ધના ધોરણે કામ શરૂ કરાયું.