મ્યુ.ઘરવેરા વિભાગનાં અધિકારી ઝાપડીયાને સસ્પેન્ડ કરતા ચકચાર

2371

ભાવનગર મહાનગર પાલિકાના ઘરવેરા વિભાગના એક અધિાકરીને ઉપરી અધિકારી સાથે ગેરવર્તણુક મોંઘી પડી છે. મ્યુ.કમિશ્નરે તત્કાલ પગલા લઈ અસભ્ય વર્તન કરનાર અધિકારીને પાણીચુ પકડાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર બનાવ અંગે વિશ્વાસનિય સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ઘરવેરા વિભાગમાં મુખ્ય અધિકારી તરીકે ફરતરત ફાલ્ગુની શાહએ આજ વિભાગમાં મધ્યસ્થી સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા કાનાભાઈ કે.એસ. ઝાડપીયાને કામગીરી અંગે ફોન કરતા ઝાપડીયાએ ફાલ્ગુન શાહ સાથે અસભ્યવર્તન કરી બિભત્સ ગાળા ગાળી કરતા ઉપરી અધિકારીની ગરીમા ભંગ કરી હતી જે સંદર્ભે સમગ્ર મામલો કમિશ્નરના દરબારમાં પહોચતા સમગ્ર મુદ્દે ગંભીરતાથી લઈને અસભ્ય વર્તન કરનાર કે એસ ઝાપડીયાને સસ્પેન્ડનો હુકમ કર્યો હતો આ ઘટનાને પગલે મહાનગર પાલિકામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Previous articleદબાણ હટાવ ટીમ શિવાજીસર્કલ વિસ્તારમાં સ્થિર : ટાઉન પ્લાનીંગ નકશા આધારે કામગીરી
Next articleડો.ગિરીશભાઈ વાઘાણીની ભાવનગર યુનિ.ના કાર્યકારી કુલપતિ તરીકે વરણી