વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણીના ભાજપના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે લીગલ ફ્રેમવર્ક વગર એક સાથે ચૂંટણી યોજવાની અટકળોનો અંત આણી દીધો છે.
રાવતે કહ્યું છે કે, આ પ્રકારની કોઇ શક્યતા દેખાતી નથી. ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા કહ્યું હતું કે, હાલમાં કોઇ તક નથી. આ વર્ષે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. થોડાક દિવસ પહેલા જ ભાજપે દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાની ચર્ચા છેડી હતી. લોકસભાની ચૂંટણીને વિધાનસભાની ચૂંટણીની સાથે યોજવામાં આવશે કે કેમ તેની ચર્ચા છેડાઈ હતી.
ભાજપે હાલમાં જ કહ્યું હતું કે, એક દેશ એક ચૂંટણી માટેનો પ્રસ્તાવ લાંબાગાળાની યોજના છે. પાર્ટી આને તરત લાગૂ કરવા માટે દબાણ લાવી રહી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ મુદ્દા ઉપર ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યા બાદ ફરી એકવાર આને લઇને ચર્ચ છેડાઈ ગઈ હતી. આ મુદ્દા પર મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) ઓપી રાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની બાબત શક્ય દેખાઈ રહી નથી. મુખ્ય ચૂંટણી કમિશનરે થોડાક દિવસ પહેલા જ કહ્યું હતું કે, જો તબક્કાવારરીતે યોજવામાં આવે તો કેટલાક રાજ્યોમાં ચૂંટણી સામાન્ય ચૂંટણીની સાથે શક્ય બની શકે છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે, દેશમાં પ્રથમ ચાર ચૂંટણી એક સાથે થઇ હતી. જો કાયદામાં સુધારો કરવામાં આવે, મશીનો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય અને સુરક્ષા જરૂરિયાતો પુરતા પ્રમાણમાં રહે તો એક સાથે ચૂંટણી શક્ય બની શકે છે. આ સંદર્ભમાં ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, રાજ્ય વિધાનસભા જો સહમત થાય તો એક સાથે ચૂંટણી શક્ય બની શકે છે. એવી ચર્ચા ચાલી રહી હતી કે, કેન્દ્ર સરકાર આગામી લોકસભાની ચૂંટણીની સાથે ૧૦થી ૧૧ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ સાથે કરાવવાના પ્રયાસમાં છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે અગાઉ કહ્યું હતું કે, એક સાથે ચૂંટણીને લઇને ચૂંટણી પંચે ૨૦૧૫માં જ વ્યાપક સૂચનો કર્યા હતા. ચૂંટણી પંચે કહ્યું હતું કે, આના માટે બંધારણ અને લોકપ્રતિનિધિત્વ ધારા કાયદામાં કયા કયા સુધારા કરવા પડશે. પુરતા પ્રમાણમાં વોટિંગ મશીન અને સુરક્ષા જવાનોની જરૂર પણ રહેશે. દેશમાં પ્રથમ ચાર ચૂંટણી રાજ્યોની સાથે જ થઇ હતી. ૧૯૬૭ સુધી એક સાથે ચૂંટણી યોજવાની પરંપરા હતા.
કેટલીક રાજ્ય વિધાનસભાઓને પણ આ દિશામાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપવું પડશે. જો આ રાજ્ય વિધાનસભાઓને નિર્ધારિત સમય કરતા પહેલા ભંગ કરવામાં આવે તો એક સાથે ચૂંટણી માટેનું ચિત્ર ઉભું થઇ શકે છે. ચૂંટણી પંચ દ્વારા આ દિશામાં સૌથી વધુ પહેલ કરવામાં આવી શકે છે. બીજી બાજુ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર કહી ચુક્યા છે કે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં આ બાબત શક્ય દેખાઈ રહી નથી પરંતુ વન નેશન વન ઇલેક્શનને લઇને વિચારણા ખુબ સારી છે. આવાસો-જાહેર સ્થળો ઉપર સ્વચ્છતા અભિયાન