ન્યુ ભારતના સ્વપ્ન દ્રષ્ટા નરેન્દ્ર મોદીના બેટી બચાવો બેટી પઢાઓ સશક્ત નારી શક્તિને ભારતના સુત્રને સમગ્ર ભારતના જન જન સુધી પહોંચાડવા પી.પી. સવાની ગ્રુપ સુરત અને બટુકભાઈ મોવલીયાના સહયોગથી બાઈકિંગ ક્વિન્સની ૪પ દિકરીઓને તા.૧૯-૭-ર૦૧૭ના રોજ સુરત મુકામેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તમામ દિકરીઓ બેટી બચાવો બેટી પઢાઓ સશક્ત નારીશક્તિ ભારતનો સંદેશો બાઈક રેલી દ્વારા છેલ્લા ૪પ દિવસથી સમગ્ર ભારત દેશના ૬૦૦૦ જેટલા ગામડાઓ તેમજ ૧પ જેટલા રાજ્યોની મુલાકાત લઈ ગત તા.૧પ ઓગષ્ટના રોજ ખારકુંડલા ખાતે સ્વતંત્ર દિને રાષ્ટ્રધ્વજ લહેરાવી આજે તા.ર-૯-ર૦૧૭ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાણપરડા (ખારા) ગામે આવી પહોંચ્યા હતા અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાણપરડા (ખારા) ગામે આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ તેમજ સાંસદ ભારતીબેન શિયાળ તેમજ રાજકિય આગેવાનોએ આ ૪પ બાઈક ક્વીનનું ભવ્ય રેલી યોજી આ તમામ બાઈક ક્વીનોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાઈક ક્વીન લીડર સારિકા મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર ભારત ભ્રમણમાં અમે મહિલાએ ગ્રાઉન્ડ જીરો પરથી ૪પ દિવસના પ્રવાસ દરમિયાન અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી આજે અમે રાણપરડા આવી પહોંચ્યા હતા. અમારૂ ભાવપૂર્વક ઠેર-ઠેર જગ્યાએ સન્માન કરવામાં આવ્યું અને નરેન્દ્ર મોદીને મળવાની તક પણ મળી હતી.