રણવીર સિંહને પ્રથમ વખત એક શાનદાર એક્શન ફિલ્મ સિમ્બા હાથ લાગી છે. આ ફિલ્મનુ શુટિંગ જોરદાર રીતે ચાલી રહ્યુ છે. ફિલ્મને ૨૮મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. રોહિત શેટ્ટીની એક્શનથી ભરપુર ફિલ્મ મળતા રણવીર ભારે ખુશ છે. ફિલ્મ સિમ્બાને લઇને તૈયારીમાં રણવીર સિંહ પહેલાથી જ લાગી ગયો છે. એક્શન સિક્વન્સ માટે ટ્રેનિંગ પણ રણવીર સિંહે લઇ લીધી છે. રોહિત શેટ્ટીની નવી ફિલ્મમાં તે પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે રોહિત શેટ્ટીની મોટા ભાગની ફિલ્મો એક્શનથી ભરપુર રહે છે. હાલમાં તે ઝોયા અખ્તરની ફિલ્મ ગુલ્લી બોયના શુટિંગને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ કામ કરી રહી છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રણવીર સિંહ તેની કેરિયરમાં હજુ સુધીની સૌથી મોટી ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે. શેટ્ટીની ટીમ સાથે તે કેટલાક સપ્તાહ સુધી ખાસ ટ્રેનિંગ પણ કરી ચુક્યો છે. ત્યારબાદ બન્ને ફિલ્મને આગળ વધારી દેવા માટે સહમત થયા હતા.ગુલ્લી બોય બાદ સિમ્બા ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે.