અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી સાથે કેરળમાં પ્રાણીઓના સારવાર અને ખોરાક માટે મદદ પૂરી પાડશે. બોલીવુડની ઘણી સેલિબ્રિટીઝે પૂરગ્રસ્ત લોકો માટે સહાય કરી છે. અનુષ્કા અને વિરાટે લોકો માટે સહાય કરવાની સાથે પ્રાણીઓ માટે પણ મદદ કરવાનું નક્કી કર્યું છે. વિરાટ અને અનુષ્કાએ પોતપોતાની ટીમને આ માટે સજાગ કરી દીધી હતી અને તેમણે પ્રાણીઓ માટે ફૂડ અને મેડિસિન ભરેલી ટ્રક મોકલી આપી છે. આ સાથે તેમણે આઠ વ્યકિતની એક ટીમ પણ મોકલી છે.