એશિયન ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગટે પોતાના અંગત જીવનમાં પણ એક પગલું આગળ કર્યું છે. ૨૪ વર્ષની વિનેશે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સગાઇની જાહેરાત કરી છે.
તેમણે પહેલવાન સોમવીર રાઠીની સાથે તસવીર શેર કરતા લખ્યું છે કે, “આ મેં લીધેલા અત્યાર સુધીનો સારો નિર્ણય છે. મને તે વાતની ખુશી છે કે તે મારી આખી જીંદગી માટે પસંદગી કરી છે.”
સોમવીર પણ એક પહેલવાન જ છે અને સોનીપતના રહેવાસી છે. તેઓ આ સમયે રેલવેમાં ટીટીઈની નોકરી કરી રહ્યાં છે અને રાજસ્થાનમાં પોસ્ટેડ છે. તેમણે પહેલવાનીમાં નેશનલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વિનેશ ફોગાટ પણ રેલવેમાં નોકરી કરે છે.
થોડા દિવસો પહેલા એક સમાચારપત્રએ વિનેશ અને જેવલિન થ્રોઅર નીરજ ચાપડાની વચ્ચે કંઇ છે તેની ખબરો ચાલતી હતી. જે પછી વિનેશ અને નીરજે તેનું ખંડન કર્યું હતું. હવે તેમની આ પુષ્ટિને કારણે તમામ ખબરો અટકી ગઇ છે.