તાતા સન્સને જાહેર કંપનીમાં ખાનગી કંપનીમાં તબદીલ કરવાની અપીલ સામે સ્ટે આપવાનો ઈનકાર કરતા નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (દ્ગઝ્રન્છ્)એ મહત્વનું સુચન કર્યું હતું કે સાયરસ મિસ્ત્રીની અપીલ પેન્ડિંગ છે ત્યાં સુધી તાતા સન્સમાંથી શેર હિસ્સો વેચવા તેમના પર દબાણ ના કરી શકાય.
દ્ગઝ્રન્છ્એ જણાવ્યું કે, સાયરસ મિસ્ત્રી કેમ્પની અરજી પેન્ડિંગ છે ત્યાં સુધી તેમને કંપનીના શેર વેચવા પર દબાણ કરવું ના જોઈએ. ટ્રિબ્યુનલની બેન્ચે વધુમાં જણાવ્યું કે તાતા સન્સને ખાનગી કંપનીમાં તબદીલ કરવાની અરજી પર બાદમાં અપીલની મુદત દરમિયાન નિર્ણય કરશે.
જસ્ટિસ એસ જે મુખોપાધ્યાયના અધ્યક્ષસ્થાને રહેલી બે સભ્યોની બેન્ચે મિસ્ત્રીની અપીલને દાખલ કરી હતી અને અને તાતા સન્સ તેમજ અન્ય જવાબદારોને ૧૦ દિવસમાં તેનો જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.
આ કેસની આગામી સુનાવણી ૨૪ સપ્ટેમ્બરના રોજ યોજાશે. ૧૪ ઓગસ્ટના દ્ગઝ્રન્છ્ સાયરસ મિસ્ત્રી કેમ્પે વચગાળાની રાહત માંગી હતી. જો કે ટ્રિબ્યુનલે તેને ફગાવી હતી. તાતા સન્સમાંથી મિસ્ત્રીની ચેરમેન પદેથી હકાલપટ્ટી કરાતા તેણે એનસીએલટીના ચુકાદાને પડકાર્યો હતો.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં તાતા સન્સે કંપનીને ખાનગી બનાવવા માટે શેરધારકોની મંજૂરી મેળવી હતી. જેને પગલે સાયર મિસ્ત્રી અને તેમનો પરિવાર બહારની કોઈ વ્યક્તિને ના વેચી શકે. જાહેર કંપનીના શેરધારકો તેમના શેર અન્ય કોઈપણને વહેંચી શકે છે જ્યારે ખાનગી કંપનીના શેરો બહારના રોકાણકારોને વહેંચી શકાતા નથી.