રાજુલા ખાતે પાંચાળી આહિર શખ્સો ઉપર ૭ મુસ્લિમ શખ્સોનો જીવલેણ હુમલો રાજુલાની શાંતિપ્રિય જનતા તેમજ કોમી એક્તાનો રાજુલામાં દાખલો દેવાય છે પણ તે કોમી એકતામાં નજીવી બાબતેને મોટુ રૂપ આપી કોમી એકતામાં પલીતો ચાપનાર ૭ શખ્સોએ જેમાં રાજુલામાં રહેતા પાંચાળી આહિર હર્ષદભાઈ ડાહ્યાભાઈ ગત રાત્રિના પોતાના ઘરે જતા હોય ત્યારે મહેંદી પાનના ગલ્લાની સામે (વાવેરા રોડ) પર ઉભેલા પરવેઝ સજુમીયા, ઈન્દ્રીશ, રીઝવાન, ઈમરાન, હબીબ અને ૩ અજાણ્યા શખ્સોએ મંડળી રચી તેમાં આરોપી રીઝવાને હર્ષદભાઈને ગાળો આપી લાકડી વડે તુટી પડ્યો તેની સાથે રહેલ ૩ શખ્સો પણ તુટી પડ્યા તેમાં વચ્ચે પડતા હર્ષદભાઈ ડાહ્યાભાઈ હડીયા ઉપર પણ લાકડી વડે આડેધડ માર મારતા માથાના ભાગે લાકડીનો ગંભીર ઘા વાગેલ તેમજ હર્ષદભાઈના ગુપ્તાંગમાં માર મારતા બેભાન થઈ ગયેલ હાલ તે હોસ્પિટલે દાખલ કરાયા જ્યાં તેમની હાલત નાજુક છે ઉપરાંત આ ૪ શખ્સો સાથે ૩ અજાણ્યા શખ્સો મળી કુલ ૭ શખ્સોએ તું મને ઓળખે છે હજુ તો તને જાનથી મારી નાખવો છે તેવા મતલબની રાજુલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજુલા સહિત બાબરીયાવાડમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.