ભાવનગર ડિ.કો.ઓ. બેંકલી.ના જનરલ મેનેજર નિલેશભાઈ ચલાળીયાના માતુશ્રી લીલાબેન મનસુખભાઈનો સ્વર્ગવાસ થતા તેમની ધાર્મિક ઉત્તરક્રિયા પ્રસંગે જ્ઞાતિના રીતરીવાજો જેવા કે લાણા, ટોપી વ્યવહાર, મુંઢકણા વગેરે કુરીવાજ ગણી પરિવારજનો તરફથી બંધ કરવાનો નિર્ણય કરેલ અને સ્વર્ગસ્થ્ માતાપિતાની સ્મૃતિ માટે જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓની તબીબી સારવાર માટે મદદ કરવાનું નક્કી કરેલ. જેનાં અનુસંઘાને તદ્દન નિઃશુલ્ક સારવાર આપતી ગુજરાતની એકમાત્ર સ્વામી નિર્દોષાનંદજી માનસેવા હોસ્પિટલ, ટીંબીના મંત્રી બી.એલ.રાજપરાને જણાવતા ઉત્તરક્રિયા પ્રસંગે તેઓ ઉપસ્થિત રહેલ અને હોસ્પિટલને ડોનેશન માટે સ્વ. લીલાબેનના પૌત્ર ઋષિ ચલાળીયાના હસ્તે રૂા. ર,પ૧,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ એકાવન હજાર પુરાનો ચેક અર્પણ કરવામાં આવેલ. બી.એલ. રાજપરાએ જણાવેલ કે આ પરિવાર દ્વારા જે નિર્ણય કરવામાં આવેલ છે તે જ્ઞાતિ અને સમાજને રાહ ચિંધનાર તેમજ પ્રેરણાદાયી છે.