અંધકારમાંથી પ્રકાશનુપર્વ એટલે દિવાળી. પ્રકાશના પર્વમાં અંધકારમા જીવન જીવતા બાળકોનો તહેવાર પણ પ્રકાશમય બને તે માટે ગાંધીનગરના એટીવીટી સેન્ટર દ્વારા એચઆઇવી ગ્રસ્ત બાળકોને એક મીઠાઇનુ બોક્ષ, ફટાકડા અને કપડાનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં ડૉ. શશી મુન્દ્રાએ હાજર રહીને બાળકોને દિવાળીની કીટ આપી ઉદાસ ચહેરા ઉપર ખુશી લાવવાનો પ્રયાસ કરાયો હતો.