ગઢડા તાલુકાના પાટણા ગામે વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. બસો રોકવામાં આવી હતી. એસ.ટી. બસો વિદ્યાર્થીઓ દ્વારા રોકતા મોટી વાહનોની લાઈનો જોવા મળી હતી. અપડાઉન કરતા વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા સમયથી એસ.ટી. બસના અનિયમિતતા કારણે અભ્યાસ ઉપર મસમોટી અસર જોવા મળી રહી છે.
આ અંગે ગઢડા એસ.ટી. ડેપો મેનેજર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં એસ.ટી. ડેપો મેનેજર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા ન હોવાથી આજરોજ પાટણા ગામે વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. બસો રોકવામાં આવી હતી. જેમાં એસ.ટી. કર્મચારી દ્વારા વિદ્યાર્થીઓને પહેલાની જેમ ફરીથી આશ્વાસન આપવામાં આવ્યું હતું. જેમાં ઢસા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. કર્મચારી પાસે લેખીતમાં લેવામાં આવેલ કે સોમવાર સુધીમાં પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા હાઈવે રોડ પર ગાંધી ચિંધ્યા માર્ગે એસ.ટી. બસો રોકીને આંદોલન કરવામાં આવે છે.