ગાંધીનગર શહેરના યુવાનો દ્વારા જરૂરીયાત મંદ નાગરિકોને દિવાળીના તહેવારના નિમિત્તે કપડા અને મિઠાઇ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુવાનો દ્વારા દિવાળીના સમયે નાગરિકોને અપિલ કરવામાં આવી હતી. જે અપિલમાં નાગરિકોએ પોતાના ઘરે જૂના કે નવા વસ્ત્રો આપીને સેવામાં સહભાગી બની જરૂરીયાત મંદ લોકોને ઉપયોગી થઇ શકે. નાગરિકો પોતાના ઘરમાંથી મોટી સંખ્યામાં વસ્ત્રો આપીને સહયોગ આપ્યો હતો.