કુંભારવાડામાં ત્રીજા માળેથી ઝંપલાવી મહિલાનો આપઘાત

1030

શહેરના કુંભારવાડા અમર સોસાયટી ખાતે રહેતી મહિલાએ ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કુંભારવાડા અમર સોસાયટી પ્લોટ નં.૯૮માં રહેતા રહેનાબેન સમીરભાઈ મલેક ઉ.વ.રપએ કોઈ કારણોસર ઘરના ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બોરતળાવ પોલીસ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી લાશને પી.એમ. અર્થે ખસેડી હતી.

Previous articleપ્રગતિશીલ ખેડૂતો માટે મકાઈની મલાઈદાર ખેતી
Next articleભંડારીયા ગામે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ