ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હાદાનગર આવતા પોલીસ કોન્સ, સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકીકત મળેલી કે, ગુરૂનગર ગોકુળધામ સોસાયટી મુખ્ય મંત્રી આવાશ યોજના ના બ્લોક નં.-ઇ ના નીચેના ખુલ્લા પાર્કીગામા જાહેરમા અમુક ઇસમો ભેગા મળી ગંજીપતાના પાના તથા પૈસા વતી હારજીતનો તીન પતીનો જુગાર રમે છે. તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતાં જગદિશભભાઇ ચંદુભાઇ માંયાણી રહે. પ્લોટ નં.-૩પ સત્યનારાયણ સોસાયટી હાદાનગર, જુભાઇ બાબુભાઇ રાઠોડ રહે.વડવા. પાદર દેવકી કોળીવાડ, ચેતનભાઇ નવલભાઇ પરમાર રહે. પ્લોટ નં.-૧૦૦ ગણેશનગર-ર પોલીસ કર્મચારી સોસાયટી, ઘનશ્યામભાઇ કાળુભાઇ ગોહીલ રહે. ગુરૂનગર ગોકુળધામ સોસાયટી, ધનજીભાઇ શામજીભાઇ મકવાણા રહે.હાદાનગર શીવશકતી સોસાયટી પ્લોટ નં.-રપ, ભરતભાઇ મેપાભાઇ સાટીયા રહે.કરદેજગામ, વીપુલભાઇ નાગજીભાઇ કોગથીયા રહે.પ્લોટનં.-૧ સત્યનારાયણ સોસાયટી હાદાનગર સહિતના રોકડ રૂ.૨૮,૮૩૦/-તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૮,૫૦૦/- અને મો.સા.-૨ કી.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૮૭,૩૩૦ /-નાં મુદ્દામાલ સાથે મળી આવતાં તમામ મુદ્દામાલ કબ્જે કરી તેઓ તમામ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.