આજે તા. ૨૪/૦૮/૨૦૧૮ ના રોજ સવારે ૧૦/૦૦ કલાકે પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ભંડારીયા ગામની પ્રાથમિક શાળામાં ચોથા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની પારદર્શક વહિવટ કરવાની સુઝ બુઝ ના પરિણામે ચોથા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ થકી ૦૮ ગામ ના લોકોને ઘેર બેઠા સરકારી સેવાઓનો લાભ મળી રહ્યો છે લોકોને તાલુકા મથકે ધક્કા ખાવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી છે. લોક પ્રશ્નો નો ઘેર બેઠા ઉકેલ આવે તેવા શુભ હેતુસર સેવાસેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે લોકોએ પણ બહોળી સંખ્યામાં આ પ્રકારની સેવાઓનો લાભ લેવો જોઈએ.
આ કાર્યક્રમની વિગતો આપતાં પ્રાંત અધિકારી એમ. પી. પટેલે જણાવ્યું હતું કે ચોથા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં ભંડારીયા સહિત ૦૮ ગામોના લોકોને અહીં સ્થળ પર વિવિધ સરકારી સેવાઓ મળશે જેવી કે- આધારકાર્ડ, લાઈટ કનેક્શન, ગેસ કનેકશન, રેશનકાર્ડ, જાતિ, ક્રિમિલેયર પ્રમાણપત્રો, વિધવા, વ્રુદ્ધ, નિરાધાર સહાય, પાક ધિરાણ ૦૩ ટકા ના વ્યાજે, ઝીરો બેલેન્સથી જનધન યોજનાના ખાતા ખોલવા,પ્રધાનમંત્રી વિમા સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના, કુંવરબાઈનું મામેરુ યોજના, મુખ્યમંત્રી અમ્રુતમ મા યોજના સહિતની અનેક પ્રકારની સરકારી સેવાઓ સ્થળ પર ઉપલબ્ધ થશે.