તળાજાના સરતાનપર બંદર રોડ ઉપર મોડીસાંજે નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ યુવાનની કોઈ અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છુટ્યા હતા. બનાવ બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તળાજા પોલીસ બનાવસ્થળે દોડી જઈ હત્યાની તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી વિગત મુજબ, તળાજા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપ આગેવાન નસીબખાન ઉર્ફે ચીનુભાઈ પઠાણ પર સરતાનપર બંદર રોડ ઉપર કોઈ અજાણ્યા ઈસમોએ તિક્ષણ હથિયારોના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છુટ્યા હતા. બનાવ બનતા તળાજાના રાજકારણમાં ખળભળાટ સાથે ચક્ચાર મચી જવા પામી હતી અને ભાજપના આગેવાનો કાર્યકરો દોડી ગયા હતા. બનાવની જાણ થતા તળાજા પોલીસ સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ લાશને પી.એમ. અર્થે ખેસડવાની તજવીજ હાથ ધરી હતી. હત્યાના આ બનાવથી સમગ્ર પંથકમાં ચક્ચાર મચી જવા પામી હતી. હત્યા કોણે અને શું કામ કરી હશે જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની અને હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.