રાજ્યના ૨૬ હજાર કેમિસ્ટો આજે હડતાલ પર, દવાઓના ઓનલાઈન વેચાણનો વિરોધ

1405

મિસ્ટો દ્વારા એક દિવસીય હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. દવાના ઓનલાઈન વેચાણને લઈને કેમીસ્ટો દ્વારા આ હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમિસ્ટો દ્વારા યોજાયેલી આ હડતાળમાં રાજ્યભરમાં ૨૬ હજાર કેમિસ્ટો જોડાશે. જેના પગલે દવાની મોટાભાગની દુકાનો બંધ રહેશે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યભરના કેમિસ્ટો ઓનલાઈન વેચાણ કરવામાં આવી રહેલી દવાઓના વેચાણનો વિરોધ કરી રહ્યા છે.

જોકે આ મામલે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પગલા ન લેવાતા રાજ્યના કેમિસ્ટોના ધંધા પર માઠી અસર પડી છે અને કેમિસ્ટોના ધંધામાં ૨૦ ટકા જેટલો ઘટાડો પણ નોંધાયો છે. જે દવાઓ ઓનલાઈન મળે છે તે દવાઓ મેડીકલ સ્ટોરમાં મળતી દવાઓ કરતા સસ્તી હોય છે અને એટલે ઘણા લોકો ઓનલાઈન દવા ખરીદવાનું પસંદ કરે છે.

ઓનલાઈન ફાર્મસીનો વધતો વ્યાપ અટકાવવાની માંગ કેમિસ્ટો દ્વારા કરવામાં આવી રહી છે. અને એટલા માટે રાજ્યભરના કેમિસ્ટો દ્વારા હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કેમિસ્ટોની આ હડતાળના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ મેડિકલ સ્ટોર બંધ છે જેની સીધી અસર દર્દીઓને પડી છે.

આપને જણાવી દઇએ કે, ઓનલાઈન ફાર્મસીનો વધતો વ્યાપ અટકાવવાની માગ સાથે આજરોજ રાજ્યભરના કેમિસ્ટો એક દિવસીય હડતાલ પર ઉતરવાના છે, આ હડતાલમાં સમગ્ર રાજ્યમાંથી આશરે ૨૬૦૦૦ કેમિસ્ટો હડતાલ પર ઉતરીને વિવિધ જિલ્લાના કલેક્ટરને એક રેલી યોજીને આવેદનપત્ર પાઠવવાના છે. ત્યારે કેમિસ્ટોની હડતાલના પગલે રાજ્યની મોટા ભાગની દવાની દુકાનો બંધ રહેવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

સરકાર દ્વારા એફડીઆઈને રીટેઈલ સેક્ટરમાં રોકાણ કરવાની છૂટ-છાટ મળતા, ભારતીય તથા વિદેશી કંપનીઓ દ્વારા સીધી અથવા આડકતરી રીતે દવાઓના ઓનલાઈન પોર્ટલ દ્વારા દવાઓનું અનૈતિક અને અયોગ્ય રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રકારની ઓનલાઈન ફાર્મસી દ્વારા ડીપીસીઓમાં શીડ્યુલ ૐ૧ માં આવતી દવાઓના વેચાણ દ્વારા કાયદાનું ઉલ્લંઘન થાય છે. અહીંયા સામાન્ય રીતે નાગરીકોને ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર સરળતાથી દવાઓ મળી રહે છે આથી દ્ગડ્ઢઁજી માં આવતી હેબીટ ફોર્મીંગ અને નશાયુક્ત દવાઓ છૂટથી મળતા દેશના યુવા ધનને આવી દવાઓ દ્વારા ખૂબ જ નુકસાન પહોંચી શકે છે.

Previous articleઅનંતનાગમાં સેના સાથેની અથડામણમાં બે આતંકી ઠાર
Next articleગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિ ઉજવણી માટેની રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની બેઠક મળી