કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર ફરી એકવાર વડાપ્રધાન મોદી પર સીધો હુમલો કર્યો આ વખતે તેઓએ વડાપ્રધાન મોદીની વિદેશી નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. લંડન સ્થિત થિંક ટેન્ક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં લોકોને સંબોધિત કરતા કર્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ RSSની તુલના ઈજિપ્તના ઈસ્લામી સંગઠન મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી છે. જર્મનીથી બ્રિટન પહોંચેલા રાહુલે શુક્રવારે લંડનના એક કાર્યક્રમમાં કહ્યું, “ભારતમાં એક સંગઠન છે ઇજીજી. તેઓ ભારતની વિચારશ્રેણી બદલવાના પ્રયાસો કરી રહ્યું છે.
સંઘની વિચારધારા આરબ જગતના મુસ્લિમ બ્રધરહુડ જેવી છે. તેની પાછળ તેમનો વિચાર એ છે કે એક જ વિચારધારા તમામ સંસ્થાનોમાં રહેવી જોઈએ. એક વિચાર એવો છે જે બીજાના વિચારોને કચડી નાંખે છે.”
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત છેલ્લા ૭૦ વર્ષોમાં પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. લોકતાંત્રિક સિદ્ધાંતોની ઉપયોગ કરીને એક ગ્રામીણ દેશ બદલાઈ રહ્યો છે. આપણે શાંતિપૂર્ણ રીતે ફેરફાર કરી રહ્યા છીએ. મહત્વપૂર્ણ સિદ્ધાંત એવો હતો કે ફેરફારનો ફાયદો તમામ ભારતીયોને મળે અને કોઈ પણ પાછળ ન રહી જાય. ભોજન, કામ અને સૂચનાનો અધિકાર આ તમામ માળખાના ફેરફાર દરમિયાન લોકોને થનારી મુશ્કેલીઓ ઓછી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ ઇજીજી પર પણ શાબ્દિક પ્રહારો કર્યાં. તેઓએ કહ્યું કે નોટબંધીનો નિર્ણય ઇજીજીનો હતો. તેઓએ કહ્યું કે જો તમે તમારા દેશના ઢાંચાને ઊંડાણથી સમજો છો તો તમે સંતુલિત તાકાતનો ઉપયોગ કરશો. આજે હું ભારતને પોતાની તાકાત વધારતો નથી જોઈ રહ્યો. નોટબંધીનો વિચાર નાણામંત્રી અને ઇમ્ૈંને અવગણીને સીધો જ ઇજીજીમાંથી આવ્યો અને વડાપ્રધાનના મગજમાં બેસાડવામાં આવ્યો.
લંડનથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ RSS પર મોટો હુમલો કર્યો છે. તેઓએ ઇજીજી પર ભારતની પ્રકૃતિને બદલવાનો આરોપ લાગ્યો છે. તેઓએ કહ્યું કે, “આજે ઇજીજી ભારતની પ્રકૃતિને બદલવાના પ્રયાસો કરી રહ્યાં છે. અન્ય પાર્ટીઓએ ભારતની સંસ્થાઓ પર કબ્જો કરવા માટે ક્યારેય હુમલો ન કર્યો. RSSના વિચાર આરબ દેશોની મુસ્લિમ બ્રધરહુડ જેવી છે.”
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પર પણ કટાક્ષ કર્યો. તેઓએ કહ્યું કે ભારતના વિદેશ મંત્રી વિઝા બનાવવામાં જ સમય પસાર કરે છે. બાકી કામો માટે ઓછો સમય આપે છે. તેઓએ સલાહ આપતાં કહ્યું કે વિદેશ મંત્રાલયનો એકાધિકાર નાબૂદ કરીને સમાજના અન્ય ક્ષેત્રો માટે તેને વધુ સુલભ બનાવીને એક આધુનિક વિદેશ મંત્રાલય બનાવી શકાય છે.