કન્વીનર હાર્દિક પટેલ આજથી આમરણાંત ઉપવાસ કરશે. ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને પાટીદાર સમાજને અનામત મળે તેવી બે મુખ્ય માંગણી સાથે હાર્દિક આજથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. હાર્દિક પટેલ પોતાના ઘરે જ ઉપવાસ પર બેઠો છે. બીજી તરફ હાર્દિકના ઉપવાસને પગલે તેના ઘર ગ્રીનવુડ રિરોર્ટ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે રિસોર્ટ બહાર બેરિકેડ લગાવી દીધા છે. અહીં આવતા તમામ વાહોનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.