આંખેની સિક્વલમાં હવે ફરી કામ શરૂ : અમિતાભ ચમકશે

1085

૧૬ વર્ષના લાંબા ગાળા બાદ હવે વિપુલ શાહની થ્રીલર ફિલ્મ આંખેની સિક્વલ ફિલ્મ પર કામ ફરી શરૂ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મમાં તમામ કલાકારો બદલી દેવામાં આવ્યા છે. જો કે ફિલ્મમાં અમિતાભ બચ્ચન હજુ  પણ લીડ રોલ કરનાર છે. વર્ષ ૨૦૦૨માં રજૂ કરવામાં આવેલી ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે સાથે અક્ષય કુમાર, અર્જુન રામપાલ, પરેશ રાવલ અને સુષ્મિતા સેને ભૂમિકા અદા કરી હતી. હવે સિક્વલ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૧૬માં સિક્વલ ફિલ્મ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ ફિલ્મના સંબંધમાં કોઇ ચર્ચા થઇ રહી ન હતી. હવે ફરી એકવાર ફિલ્મને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ૭૫ વર્ષીય અમિતાભ બચ્ચન ફરી એકવાર મુખ્ય રોલ કરનાર છે. ઇરોઝ ઇન્ટરનેશનલ દ્વારા તેમજ તરૂણ અગ્રવાલ દ્વારા ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ઘટનાક્રમ સાથે જોડાયેલા લોકોએ કહ્યુ છે કે અમિતાભ બચ્ચનને પટકથા ખુબ પસંદ પડી છે અને હવે ફરી તેના પર કામ શરૂ કરવામાં આવનાર છે. અનિસ બાઝમી ટુક સમયમાં જ ફિલ્મ પર કામ શરૂ કરી દેશે. ફિલ્મનુ શુટિંગ વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં કરવામાં આવી શકે  છે. ફિલ્મને વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. સુશાંત સિંહ રાજપુત, વિકી કોશળને પણ લેવામાં આવ્યા છે.

Previous articleસેક્સી નેહા ધુપિયા સગર્ભા હોવાના અહેવાલને સમર્થન
Next articleબધાંને સાથે લઈને ચાલવું પડે છે : અનુષ્કા શર્મા