ભારતીય મહિલા તીરંદાજી ટીમ ક્વાર્ટરફાઇનલમાં

1106

ભારતીય મહિલા તીરંદાજી ટીમે ૧૮મી એશિયન ગેમ્સના ૭મા દિવસે શનિવારે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી. અંકિતા ભકત, પ્રોમિલા દાઈમેરી, દીપિકા કુમારીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મંગોલિયાએ ૫-૩થી હરાવીને ટોપ-૮માં પ્રવેશ કર્યો. કેનો ટીબીઆર ૨૦૦ મીટરમાં પણ ભારતીય મહિલા ટીમ સેમીફાઇનલ માટે ક્વૉલિફાય કરવામાં સફળ રહી. ભારતના મોહમ્મદ અનસ રાહિયાએ પુરુષોની ૪૦૦ મીટર રેસના સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. તે હીટ-૧માં ૪૫.૬૩ સેકંડના સમય સાથે પહેલા સ્થાને રહ્યો.

Previous articleસ્ક્વૉશમાં દીપિકા પલ્લીકલે બ્રોન્ઝ જીત્યો
Next articleબૈડમિન્ટ ખેલાડી સાઇના નેહવાલે ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી