જનતાના આશિર્વાદથી ફરીથી મુખ્યમંત્રી બનશે : સિદ્ધારમૈયા

1254

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ આજે દાવો કર્યો હતો કે તેઓ ફરી એકવાર રાજ્યમાં મુખ્યમંત્રી બનશે. હાસનમાં એક જનસભાને સંબોધતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી બવાની તેમની ફરી ઈચ્છા છે. તેમણે કહ્યું હતું રાજનીતિમાં હાર જીત થયા રાખે છે. પ્રજાના આશિર્વાદથી તેઓ ફરી એકવાર કર્ણાટકના મુખ્યમંત્રી બની શકશે. આ ગાળા દરમિયાન સિદ્ધિરમૈયાએ વિપક્ષ ઉપર પણ તેજાબી પ્રહારો કર્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જનસભા દરમિયાન કહ્યું હતું કે તેમની બીજી વખત મુખ્યમંત્રી બનવાની ઈચ્છા રહેલી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમને બીજી વખત મુખ્યમંત્રી બનવાથી રોકવા માટે વિપક્ષે પારસ્પરિક રીતે હાથ મિલાવી લીધા છે.

રાજનીતિમાં જાતિ અને નાણા બળ ખૂબ મહત્વપૂર્ણ ચીજો છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પ્રજા તેમને આશિર્વાદ આપશે તેમ તેઓ માનતા હતા પરંતુ તેમના આશિર્વાદ મળ્યા ન હતા. પરંતુ આના કારણે  રાજનીતિનો અંત આવ્યો નથી. રાજનીતિમાં હાર અને જીત બિલકુલ સામાન્ય બાબત છે. હાલમાં કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર છે.

પ્રદેશમાં ગઠબંધનની સરકાર બની ગયા બાદથી બંને પક્ષો વચ્ચે મતભેદોની બાબત સપાટી પર આવી ગઈ છે. માનવામાં આવે છે કે સિદ્ધારમૈયા છાવણીના જવાબદાર લોકો આના માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહેલા મુખ્યમંત્રી કુમારસ્વામીએ છેલ્લા દિવસોમાં એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેઓ ગઠબંધન સરકારની પીડાને સારી રીતે સમજે છે. કુમારસ્વામીએ એમ પણ કહ્યું હતું કે તેઓ પીડાથી પરેશાન થયેલા છે. કુમારસ્વામીએ એમ પણ કહ્યું હતું કે ગઠબંધનની આ સરકારમાં જે કંઈપણ ચાલી રહ્યું છે તેને લઈને તેઓ ખુશ નથી. કુમારસ્વામી એક વખતે જાહેરમાં રડતા પણ નજરે પડ્યા હતા. જેથી કોંગ્રેસની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો.

Previous articleહું બોલને જોઈને વિચારતો નથી માત્ર બેટથી જવાબ આપુ છું : રિષભ પંત
Next articleઆજે છડીમૂબારક પહોંચ્યા બાદ અમરનાથ યાત્રા પૂર્ણ જાહેર કરાશે