ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં ૩૦ જેટલી એમ્બ્યુલન્સ ભંગાર ઉભી કરી દેવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા એક પછી એક મહત્વના પગલાં આરોગ્ય બાબતે ગંભીરતાથી લઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા, ગામડે-ગામડેથી લઈને શહેરમાં પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ માનવી ઘાયલ થયો હોય તો ત્વરીત એમ્બ્યુલન્સો હાજર થઈ જતાં અનેકના જીવ બચતા હોય છે. અને નજીકની પ્રસુતા હોય ત્યારે પણ એક ફોન કરો ત્યાં થોડી જ મીનીટોમાં હાજર થઈ જતી હોય છે. ત્યારે ઘમીવાર માણસના મૃત્યુ બાદ પણ સબવાહીની સરકરે અઢળક ગ્રાન્ટો ફાળવીને મદદરૂપ થવા માટે અનેક પ્રયાસો અને પ્રયત્નો કર્યા છે.
રાજ્ય સરકાર દ્વારા બજેટમાં પણ આરોગ્યલક્ષી બાબતે મુખ્યમંત્રી લઈને ડે. સી.એમ. પણ ગંભીર છે. ત્યારે લોકસભાના સાંસદથી લઈને ધારાસભ્યની ગ્રાંન્ટમાંથી પણ એમ્બયુલન્સો ખરીદવામાં આવતી હોય છે. ત્યારે ફક્ત ૫ વર્ષમાં ખખડધજ કરીને મુકી દેતું તંત્ર પણ ગંભીરતાથી પગલાં ભરવા જાઈએ તેવી લોકો પાસેથી ચર્ચા સાંભળવા મળી રહી છે. કરોડો રૂપિયાની ગ્રાંન્ટો સરકાર દ્વારા આરોગ્ય પાછળ વાપરે છે. અને મુખ્યમંત્રી એક્સીડેન્ટસ, પ્રસુતી, બિમાર તથા મૃત્યુ બાદ મૃતદેહને સ્મશાન સુધી લઈજવા સબવાહીનીઓ માટે પણ ગ્રાન્ટો ફાળવી છે ત્યારે થોડા જ વર્ષમાં આ ગાડીઓ કન્ડમ અને ભંગારવાડામાં કઈ રીતે તબદીલ થઈ જાય છે. એ મોટો પ્રશ્ન લોકો પુછી રહ્યા છે.
એક જ હાથે વપરાતી અને અમુક સમયે કામ લાગતી આ એબ્મ્યુલન્સોની કંડીશન સારી હોવા છતાં રીપેર પણ થઈ શકતી હોવા છતાં તંત્રના સત્તાધીશો ભંગારવાડામાં કેમ ફરેવી દે છે તે સવાલ ઉઠવા પામ્યો છે. આજે ગુજરાત ધમધોકાર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે અને સૌથી વધારે ટેક્સ પણ ગુજરાત કેન્દ્ર સરકારને ચુકવી રહી છે અને રાજ્ય સરકાર પણ આ બાબતે કરોડો રૂપિયા આરોગ્ય પાછળ વાપરે છે ત્યારે પ્રજાનો પૈસો ખરેખર સાચી દિશામાં વપરાય બાદ ફક્ત ચારથી પાંચ વર્ષના ગાળામાં ભંગારવાડો એબ્મ્યુલન્સોનો બનાવીને નવી ખરીદવા તંત્ર કેમ દોડતું રહે છે તે સમજાતુ નથી. ૫ વર્ષમાં ગાડી કન્ડમ અને ખખડધજ થાય ખરી ? ત્યારે પ્રજા ટેક્સ ભરી ભરીને બેવડી થઈ રહી છે. ત્યારે અહીંયા પ્રજાના પરસેવાની કમાણી એમ્યુલન્સ નવી લાવવા અને જુની બંગારવાડામાં તબદીલ થતાં સરકારમાં દરવર્ષે બજેટ ઘટવાને બદલે હરંમેશા વધતુંજ જાવા મળે છે. આજે અંતરીયાળ ગામોમાં એમ્બ્યુલન્સ ન હોવાથી માનવી બાઈકની સાથે સાઈડકાર બનાવીને જંગલના વિસ્તારોમાં દવાખાને પ્રસુતા મહીલાને લઈ જવામાં આવે છે ત્યારે આવી જુની ગાડીઓ મફતમાં અથવા તો સહાય રૂપ આપવામાં આવે તો રીપેરીંગ કરીને ચલાવી શકાય તેમ છે પણ રાજ્ય સરકાર બે હાથ અને બે કોબે આપે છે તો લેતા રહો બાકી આ મુદ્દે સરકારે પણ ગંભીરતા તપાસીને આવી કેટલી એમ્બ્યુલન્સો ભંગારમાં પડી છે તેની ચકાસણી કરવામાં આવે તો આ આંકડો કરોડો ઉપર જઈ શકે તેમ છે ત્યારે આ ભંગારવાડામાં પડી રહેલી એબ્મ્યુલન્સોનો સદ્ઉપયોગ થાય અને કોઈ સંસ્થા કે સેવાભાવી નાગરીક રીપેરીંગ કરીને કોઈ પણ તાલુકા, ગ્રામ્યમાં ફાળવવામાં આવે તો તેને તુરતં જ રાજ્ય સરકારે આ બાબતે ભંગારવાડામાં પડી રેહલી એબ્મ્યુલન્સો સેવાકીય રીતે ભેટ ધરી દેવી જાઈએ.