રાજુલામાં પોસ્ટ વિભાગમાં દીન પ્રતિદિન હેરાનગતિ વધતી જાય છે. પરિણામે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તાકીદે ઘટતા પગલાં ભરવા માંગ ઉઠી છે. રાજુલા પોસ્ટ ઓફિસમાં સ્ટાફનો અભાવ અને રજીસ્ટર એડીમાં હિન્દી ભાષી વ્યકિતને બેસાડેલ છે. ગુજરાતી સમજાતું નથી એટલે ગ્રાહકોને પુછી પુછીને બધું લખે છે. એક એડીમાં ૧પ મીનીટ કરે છે. આ બાબતે ગ્રાહકોએ અવાર-નવાર રજુઆત કરી છે. રજી. એડી રોકડ ઉપાડ ટિકિટો સહિતમાં ઘણી બધી તકલીફ પડે છે. ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી બકુલભાઈ વોરા, મહિલા પાંખના ભાવનાબેન બાંભણીયા, માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની રજુઆત બાદ ઘટતા પગલાં ભરાયા નથી જો આગામી ૩ દિવસમાં ઘટતા પગલાં નહિં ભરાય તો ઉગ્ર આંદોલન કરશે.