બડેલી પ્રાથમિક શાળામાં રક્ષાબંધન તહેવાર યોજાયો

2187

બડેલી પ્રાથમિક શાળા તા. પાલિતાણામાં શનિવારના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો હતો. જેમાં શાળાની ધોરણ ૩ થી ૮ બહેનોએ ભાઈઓ માટે સુંદર અને કલાત્મક રાખડી બનાવી હતી. શાળાની બહેનો એ ખુબ જ લાગણીથી ભાઈઓને આ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતાં. ભાઈઓએ ખુબ જ પ્રેમથી બહેનોને નાનકડી ભેટ આપી હતી. બધા જ બાળકોનું મો મીઠું કરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શાળાના ૧૪પ બાળકોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મેહુલભાઈ રાઠોડે કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ.

Previous articleરાળગોન શાળામાં રક્ષાબંધનની ઉજવણી
Next articleજાળીયા કે.વ.શાળામાં રક્ષાબંધનની ઉજવણી