પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા .પવાસ આંદોલનની જાહેરાત કર્યાની સાથે સમગ્ર રાજયમાં પાસ સમર્થકો દ્વારા આ ઉપવાસ આંદોલનમાં જોડાવાની જાહેરાત કરીહ તી. જે સંદર્ભે શહેરમાં કોઈપણ અનઈચ્છનીય બનાવ ન બને તે બાબતની વિશેષ તકેદારી દાખવી ભાવનગર શેર જિલ્લાની પોલીસ એલર્ટ બની છે અને ઠેર-ઠેર સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે ભાવનગર શહેરમાં આ ઉપવાસ આંદોલનની કોઈ જ અસર થવા પામી ન હતી અને જનજીવન સામાન્ય રહ્યું હતું.