આ સૃષ્ટી પર પાણીની પુરતી આવશ્યકતા છે. આમ તો જીવન માટે પાંચ તત્વો અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ જરૂરી છે. લાંબા સમયના વિરામબાદ સર્વત્ર મેઘ-કૃપા થવા પામી છે. ગાડાઓની સીમમા, વગડાઓ, નદી, ઝરણા સાથે નાતો રાખી તરસ બુજાવતા પ્રાણીઓનું દ્રશ્ય સૌને ગમે તેવું હોય છે. માલધારી સાથે ઘેટાનું ટોૃુ નાનકડા વ્હેણના કાંઠે-કાંઠે પોતાની તરસ છીપાવી રહ્યું છે. ત્યારે કહી શકાય કે જીવનો આધાર જળ છે.