ચક્ષુદાન અંગે જાગૃતિ લાવવા રેલી નિકળી

1502

સમગ્ર વિશ્વમાં રપ ઓગષ્ટથી ૮ સપ્ટમ્બર દરમિયાન ચક્ષુદાન જાગૃતિ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા આ પખવાડીયા ઉઝવણી અંતર્ગત જનજાગૃતિ વિશાળ રેલીનું આયોજન આજ રોજ તા. રપ-૮-ર૦૧૮ના રોજ એ.વી.સ્કુલ ગ્રા.ન્ડ ભાવનગર ખાતેથી કરાયું હતું. આ રેલીમાં વિવિધ શાળાના પ૦૦થીવધુ જુનિયર રેડક્રોસના કેડેટસ જોડાયા હતાં. રેલીનું પ્રસ્થાન ડો. નિલેષભાઈ પારેખ (જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટિ) તથા ડો. મિલનભાઈ દવે, સુમિતભાઈ ઠકકર, બકુલભાઈ ચાતુર્વેદી, રોહીતભાઈ ભંડેરી તથા ઉપસ્થિત શાળાઓના કા.ન્સેલરો દ્વારા કરવામાં આવેલ.

રેલી શહેરના મુખ્ય માર્ગો એ.વી.સ્કુલના ગ્રા.ન્ડથી, હલુરીયચ ચોક, હાઈકોર્ટ રોડ, રૂપચક ચોક, એમ.જી.રોડ, ખારગેઈટ, જલારામ મંદિર, મામાકોઠા રોડ, રેડક્રોસભવનથી પરત એ.ગવી.સ્કુલ ગ્રા.ન્ડખાતે રેલી પુર્ણ કરવામાં આવી હતી. રેલીમાં ચક્ષુદાન જનજાગૃતિ માટેના સુત્રોચ્ચાર, બેનરો અને પત્રીકા દ્વારા જાહેર જનતા સુધી સંદેશો પહોંચાડેલ. આ રેલીમાં શ્રીધનેશ મહેતા હાઈસ્કુલ, તેજસ્વી સ્કુલ ભાવનગર, પ્રણામી સ્કુલ ભાવનગર, એમ.વી.રાણા વિનય મંદિર, જગત જયોત સ્કુલ તથા સનાતનધર્મ હાઈસ્કુલ ભાવનગરના વિદ્યાર્થીઓએ સક્રિયતાથી ભાગ લીધો હતો.

Previous articleજીવનો આધાર જળ….
Next articleબ્રહ્મકુમારી બહેનોએ કેદીઓને રાખડી બાંધી