રાજુલાના ભાક્ષીથી ધાડલા ગામ સુધીના નવા રોડનું ખાતમુર્હુત

1033
guj18102017-3.jpg

રાજુલા તાલુકાના ભાક્ષીથી ધાડલા આઝાદી પછી સૌપ્રથમ રૂા. ૧ કરોડ ૪૦ લાખના ખર્ચે સંસદીય સચીવ હિરાભાઈ સોલંકી દ્વારા ખાતમુહુર્તમાં ભાજપ આગેવાનોની પ્રમુખ સહિત હાજર રહ્યા હતાં. 
રાજુલા તાલુકાના ભાક્ષી ગામેથી ધાડલા ગામમાં આઝાદી પછી સૌપ્રથમ નવો રોડ રૂા. ૧ કરોડ ૪૦ લાખ મંજુર કરાવી તેનું ખાત મુહુર્ત સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી સાથે ભાજપ આગેવાનોમાં તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, તાલુકા સદસ્ય પ્રતાપભાઈ મકવાણા વાવેરા ગ્રામ પંચાયત ઉપસરપંચ અને ભાજપ તાલુકા મંત્રી કનુભાઈ ધાખડા, ભાક્ષી ગામ સરપંચ અરજણભાઈ કાકલોતર, કાનાભાઈ જાજડા, કેસુભાઈ, માજી સરપંચ ભનુભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહી તેમજ ગામની જનતા પણ ઉપસ્થિત રહેલ. 

Previous article બોરતળાવમાં ઝંપલાવી મહિલાએ આપઘાત કર્યો
Next articleમુખ્ય સચિવ સિંગ સહિત અધિકારીએ ફેરીની મુલાકાતે