ભારત અને રશિયા પ્રતિબંધોની અસરને ઘટાડવાના ઉદ્દેશ્યથી અમેરિકા સામે આક્રમક વલણ અપનાવવાની તૈયારી કરી રહ્યા છે.
ભારત અને રશિયા અમેરિકા દ્વારા રશિયા ઉપર મુકવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા રસ્તા શોધી રહ્યા છે પરંતુ મોટા સંરક્ષણ સોદા સામે મોટી અડચણો ઉભી થયેલી છે. આમાં એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ માટે ૩૯૦૦૦ કરોડ રૂપિયાની સમજૂતિનો સમાવેશ થાય છે. જેના ઉપર આ વર્ષે બંને દેશો હસ્તાક્ષર કરી શકે છે. અલબત્ત ભારતને અમેરિકી પ્રિતબંધવાળા કાયદાથી રાહત આપવામાં આવી છે પરંતુ રશિયા પાસેથી હથિાયરોની ખરીદી માટે પૈસાની લેવડ દેવડ પર પ્રતિબંધ મુકનાર નાણાંકીય અડચણો હજુ પણ અકબંધ રહી છે. આનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન કોઈ રસ્તો શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. ઓકટોબર મહિનામાં દ્વિપક્ષીય સંબોધન દરમિયાન ઓછામાં ઓછા ત્રણ સંરક્ષણ સોદા કરવામાં આવી શકે છે. બંને દેશો આ દિશામાં આગળ વધી રહ્યા છે. જોકે હાલ પુરતા અમેરિકાના પ્રતિબંધને જોતા આ ત્રણેય સંરક્ષણ સોદાને લઈને સંકટના વાદળો ઘેરાઈ શકે છે.
પુટિન અને નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રતિબંધોને લઈને કોઈ રસ્તા અને વિકલ્પો શોધવાના પ્રયાસ કરી રહ્યા છે.