કલોલમાં રહેતા એક્સ-આર્મીમેન ખોડીયારમાં આવેલા આઇસીડી કન્ટેનર ડેપોમાં સિક્યુરીટી તરીકે નોકરી કરતા હતા. શનિવારે સવારે શેરથા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણ્યુ આઇસર ચગદીને ફરાર થઇ ગયુ હતુ.
સવારે ૭ વાગ્યાનાં અકસ્માતનો મેસેજ મળતા પીએસઆઇ એસ એચ બુલાન સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. મૃતક અંગે તપાસ કરતા કલોલનાં રહેવાસી રમેશભાઇ મુળજીભાઇ પરમાર (રહે આશાદીપ સોસાયટી, કલોલ પુર્વ) હોવાનું જાણવા મળ્યુ હતુ. તપાસ અધિકારી બુલાનનાં જણાવ્યાનુંસાર રમેશભાઇ એક્સ-આર્મીમેન હતા અને ખોડીયાર કન્ટેનર ડેપોમાં સિક્યુરીટી તરીકે નોકરી કરતા હતા. શનિવાર સવારે ૭ વાગ્યે બાઇક લઇને નોકરી પર જવા નિકળ્યા હતા. ત્યારે શેરથા ટોલટેક્ષ પહેલા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇસર ચાલક રમેશભાઇને કચડીને નાસી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવઆતા આ આઇસરનો નંબર મેળવવા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.
રમેશભાઇનું બાઇક અન્ય વાહનને અથડાયા બાદ કાબુ ગુમાવતા રોડ પર ફંગોળાતા આઇસરનું વ્હીલ ફરી વળ્યુ હોવાનું લાગી રહ્યુ છે. પોલીસે અજાણ્યા આઇસર ચાલક સામે ફરીયાદ લઇને તપાસ હાથ ધરી છે.