ઊંઝા- મહેસાણા હાઇવે પર ઉનાવા ગામ નજીક શોર્ટ સર્કીટને કારણે એમ્બ્યુલન્સમાં આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં મહીલા દર્દીને પાલનપુરથી લઈને આવતી એમ્બ્યુલન્સ લાગી હતી. સદ્દનસીબે આ ઘટનામાં સવાર મહિલાને બચાવી લેવામાં આવ્યો હતો.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, શનિવારે ઉંઝા-મહેસાણા હાઈવે નજીક ઉનાવા ગામથી એક બિમાર દર્દી મહિલાને લઈને એમ્બ્યુલન્સ જઈ રહી હતી, ત્યારે અચાનક એમ્બ્યુલન્સમાં શોર્ટ સર્કીટ થયું હતું. શોર્ટ સર્કીટના કારણે એમ્બ્યુલન્સ રસ્તાઓ ઉપર જ ખાક થઈ હતી.
એમ્બ્યુલન્સમાં બનેલી ઘટનામાં મહિલાને આગ લાગતા સમય સૂચકતા વાપરી તેને બહાર કાઢી લેવામાં આવી હતી, ત્યારબાદ મહેસાણા હોસ્પિટલમાં રિફર કરી સારવાર અપાઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ઘટનાને પગલે ઉનાવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.