મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૨૦ ઓકટોબર-ર૦૧૭ને શુક્રવારે નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટાર ખાતે સવારે ૮/૦૦ થી ૮/૪પ સુધી નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રક્કદાન કરશે.
મુખ્યમંત્રી વિક્રમ સંવત ર૦૭૪ના પ્રથમ દિવસે સવારે ૭/૩૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ૮/પ૦ કલાકે રાજ્યપાલને રાજભવન ખાતે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.
વિજયભાઇ રૂપાણી સવારે ૧૦/૩૦ થી ૧૧/૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે.
મુખ્યમંત્રી બપોરે ૧૧/૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.
સાડા ૬ કરોડ ગુજરાતીઓ એક બની નેક બની ગુજરાતના દશે દિશાએ વિકાસના સહયાત્રી બને તેવી અભિલાષા વ્યકત કરતા વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકોને દિવાળી અને નૂતનવર્ષના પર્વની શુભકામનાઓ પાઠવી છે.
મુખ્યમંત્રીએ સૌ નાગરિક ભાઇ-બહેનો માટે આવનારૂં નૂતનવર્ષ પ્રકાશ પર્વ અને સપનાઓ પરિપૂર્ણ કરનારૂં આનંદ-ઉમંગ પર્વ બને તેવી મંગલકામનાઓ પાઠવી છે.
વિજયભાઇ રૂપાણીએ પાઠવેલા દિપાવલી નૂતનવર્ષ શુભેચ્છા સંદેશમાં સાડા ૬ કરોડ ગુજરાતીઓ એક બની નેક બની સામાજિક સમરસતાને વધુ ગાઢ બનાવે તથા સૌ સાથે મળીને ગુજરાતના દશે દિશાએ વિકાસના સહયાત્રી બને તેવી અભિલાષા વ્યકત કરી છે.
મુખ્યમંત્રીએ ગુજરાત અને ગુજરાતીઓ માટે વિક્રમ સંવતનું નૂતન વર્ષ વધુ સુખ-સમૃદ્ધિ-સમરસતા અને સુખાકારી લાવનારૂં અને સૌના સાથ સૌના વિકાસ મંત્રથી ભારત માતાને જગદગુરૂ બનાવનારૂં વર્ષ બને તેમ પણ શુભેચ્છા સંદેશામાં જણાવ્યું છે.