રાણપુરમાં આવેલ સી.એસ. ગદાણી હાઈસ્કુલ દ્વારા રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરાઈ

850

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલી ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલ ખાતે સામાજિક પર્વ અને ભાઈ બહેનનુ પવિત્ર પર્વ એવા રક્ષાબંધનની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેમા શાળાની વિદ્યાર્થીનીઓએ દર વર્ષની જેમ પોતાના પૈસા કાઢીને જાતે રાખડી બનાવવામાં આવે છે અને તે રાખડીઓ શાળાના વિદ્યાર્થીભાઈઓને, રાહદારીઓને, વેપારીઓને, રીક્ષાચાલકોને, પોલીસ કર્મચારીઓને, ડોક્ટરો, બેંકના કર્મચારીઓને, વિવિધ સરકારી કચેરીના અધિકારીઓને તથા વિવિધ કંપનીના કર્મચારીઓને રાખડી બાંધવામાં આવી હતી અને જે કોઈ ભાઈઓને વ્યસન હોય તેવા ભાઈઓ પાસેથી ભેટ માં વ્યસન છોડવાનુ વચન માગ્યુ હતુ.અને જે ભાઈઓને વ્યસન નો હોય તેવા ભાઈઓ પાસે એક વૃક્ષ વાવીને ભેટ માંગવામાં આવી હતી સાથે આ રક્ષાબંધનની ઉજવણીમાં લોકોએ રાખડી બંધાવીને વિદ્યાર્થીનીઓને રોકડ રકમ પણ દાન કરવામાં આવી અને પચ્ચાસ હજાર રૂપિયા ભેગા થયા હતા.આ અંગે શાળાના સંચાલક સંજયભાઈ ગદાણી એ જણાવ્યુ હતુ કે રાણપુર ગામના લોકો દ્વારા ભેટમાં મળેલા પચ્ચાસ હજાર રૂપિયા રાણપુર પાંજરાપોળને દાન કરવામાં આવ્યુ હતુ. આ રક્ષાબંધનના કાર્યક્રમને લઈને શાળાની વિદ્યાર્થીનીઓએ સામાજિક પર્વની સાથે  સેવા પ્રવૃતિ, વ્યસન મુક્તિ અને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી સંજયભાઈ ગદાણી, રાજીવભાઈ ગદાણી, રેખાબેન ગદાણી, આચાર્ય યશપાલસિંહ ગોહિલ સહીત શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

Previous articleહાર્દિકનાં ઉપવાસથી જિલ્લાનાં માર્ગો પર પોલીસનો બંદોબસ્ત
Next articleવલભીપુરમાં બ્રહ્માકુમારી દ્વારા રક્ષાબંધનની ઉજવણી