વલભીપુર શહેર ખાતે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર કાર્યરત છે જેમા રક્ષાબંધન પર્વ નીમિતે સેવા કેન્દ્રનાસંચાલીકા બ્રહ્માકુમારી દિવ્યાબહેન સહિતના દ્વારા શહેરની સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, નગરપાલિકા, વગેરે કચેરીના કર્મચારી સહિત શહેરમાં ચાલતા સામાજીક, રાજકીય સંગઠનોના કાર્યરત કાર્યકરો જેમા શહેર ભા.જ.પા. સગઠનના હોદ્દેદારો તથા પાલીકાના સભ્યો સહિતનાઓને રક્ષાબંધન પર્વ પવિત્ર રાખડી બાંધી હતી. અને વલ્લભીપુર બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલીકા બ્રહ્માકુમારી દિવ્યાબેન દ્વારા પવિત્ર તહેવારની ઉજવણી કરી આ કાર્યક્રમનું જોરદાર આયોજન કરેલ હતું.