જિલ્લા જેલમાં કેદીઓ સાથે ઈદની ઉજવણી

1059
bvn832017-12.jpg

મુસ્લિમ બિરાદરોના સૌથી મોટા તહેવાર ઈદ-ઉલ-અઝહા નિમિત્તે આજે શનિવારે ભાવનગર જિલ્લા જેલની અંદર તમામ બંદીવાન (કેદી ભાઈઓએ) દેશની ખાસ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે સુન્ની દાવતે ઈસ્લામી સંચાલિત દારૂલ ઉલુમ કાદરીયા અમીપરાના પ્રિન્સીપાલ મૌલાના નફીસખાન ચીસ્તી નઝમીએ આ ઈદનું અને આજના દિવસનું મહત્વ સમજાવી કેદી ભાઈઓને ઈદની નમાઝ પઢાવી હતી. જ્યારે મુસ્લિમ સમાજના આગેવાન અને પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમે ઈસ્લામી સલામ પઢાવી હતી અને સામુહિક દુઆઓ કરી હતી. આ પ્રસંગે પૂર્વ નગરસેવક શબ્બીરભાઈ ખલાણી, સોહિલભાઈ મુબ્લીગ, જેલર આર.સી. ચૌધરી, સુબેદાર હમીરભાઈ લાંબા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. કેદી ભાઈઓએ નમાઝ અદા કર્યા બાદ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી. તમામ કેદી ભાઈઓને ખીર-ખુરમો ખવડાવી મોઢા મીઠા પણ કરાવવામાં આવ્યા હતા.

Previous articleભાવનગરમાં સૌરાષ્ટ્ર રીજીયોનલ કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા-૧૭નો થયેલો પ્રારંભ
Next articleખાસ નમાઝ સાથે ઈદ-ઉલ-અઝહાની ઉજવણી