દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક જીવન પરથી બાયોપિક ફિલ્મ બનાવાનું કાર્ય હાથ ધરાયું છે. અતિશય ગરીબીભર્યા જીવનથી ઊંચા આવીને દેશના વડા પ્રધાન સુધીની સફરને આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. આ મોદીની ઑફિશિયલ બાયોપિક ફિલ્મ હશે. મોદીનું પાત્ર ભજવવા માટે હાલમાં ત્રણ અભિનેતાના નામ ચર્ચાઇ રહ્યા છે. તેમાનું પહેલું નામ પરેશ રાવલ, અક્ષય કુમાર અને અનુપમ ખેર. અક્ષય કુમારની આજકાલ દરેક ફિલ્મ સુપરહિટ જાય છે અને દર્શકોને ખૂબ પસંદ પણ આવી રહી છે તથા ગુજરાતી અભિનેતા પરેશ રાવલની અભિનયકળાને પણ દાદ દેવી પડે હો ભાઇ, તેમની અભિનયકળા તેમ જ માતૃભાષા ગુજરાતી બોલવાની છટાને લીધે તેમને પસંદગી થવાની શક્યતા છે.