શહેરના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાશના ૪ માળની બિલ્ડીંગનો ૧ માળ ધરાસાયી થતા ૮ થી ૧૦ લોકો દબાયા હોવાની ઘટના સામે આવી છે. ઓઢવની જીવનજ્યોત સોસાયટી પાસે જુની સરકારી બિલ્ડીંગ ધરાસાયી થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જોકે ફાયર બ્રિગેડની ચાર ગાડી ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગી છે. ઘટનાની જાણ થતા જ છસ્ઝ્ર ના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. છસ્ઝ્ર ના અધિકારીઓના કહેવા પ્રમાણે લોકોને ઘર ખાલી કરવાની નોટીસ આપવામાં આવી હતી છતા પણ લોકોએ ઘર ખાલી કર્યા નથી. પોલિસ અને ફાયર બ્રિગેડની ટીમ દટાયેલા લોકોને બહાર કાઢવા માટે કામે લાગી ગયા છે. બે લોકોને ઈજા થતા તેમને ૧૦૮ની મદદથી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે. આ બિલ્ડીંગને અમદાવાદ કોર્પોરેશને કાલે જ ખાલી કરવાની નોટિસ આપી હતી. જો કે આ સરકારી વસાહત હતી જેમાં કોઈ પણ મકાન માલિક ન હતા, પરંતુ બધા જ ભાડુંઆત છે.બિલ્ડીંગમાં રહેતા લોકોનું કહેવું છે કે આજે ૪ઃ૩૦ વાગ્યે નોટીસ આપવામાં આવી હતી અને નોટીસ આપ્યાના ૩ કલાકમાં જ બિંલ્ડીગ ધરાશાયી થઈ હતી.જ્યારે શહેરના મેયરે કહ્યું છે કે ગઈકાલે લોકોને નોટીસ આપવામાં આવી હતી અને ઘરને ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
શહેર કલેકટર ડો.વિક્રાંત પાંડેએ એન.ડી આર.એફ.ની. ટીમને ખાસ ગાંધીનગરથી બચાવ અને રાહત કાર્ય માટે બોલાવી છે. પ્રદિપસિંહ જાડેજાની સાથે મેયરે લીધી ઘટનાસ્થળની મુલાકાત.