ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં અશ્વિનના રમવા પર પ્રશ્નાર્થ

1596

ઇંગ્લેન્ડની સામે પાંચ મેચોની ટેસ્ટ સિરિઝની ત્રીજી મેચ પોતાના નામે કરનાર ટીમ ઇન્ડિયાએ હવે રોઝબોલમાં રમાનાર ચોથી ટેસ્ટ માટે કમર કસી લીધી છે. જો કે ટીમ ઇન્ડિયામાં પોતાના સ્ટાર ખેલાડીના ન રમવા પર સંકટ અત્યારથી ઉભુ થયું છે. આ ખેલાડી વગર કોહલી સેના અંગ્રેજો સામે નબળી પડી શકે છે.

હકીકતમાં ટીમ ઇન્ડિયાના ઑફ સ્પિન બૉલર આર અશ્વિનને ગ્રોઇન ઇન્જરી થઇ છે. આ કારણે તેના ચોથી મેચ રમવા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. ટીમે હવે તેનો નિર્ણય અશ્વિન પર છોડ્યો છે કે તે રમવા ઇચ્છે છે કે નહી. ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટમાં બોલીંગ સામે ઝઝૂમી રહેલો અશ્વિન કંઇ ખાસ પ્રદર્શન નથી કરી શક્યો. જો ટીમના બાકી બોલરોએ કમાન ન સંભાળી હોત તો પરિણામ અલગ હોત.

હવે સવાલ ઉભો થાય છે કે જો ચોથી ટેસ્ટમાં અશ્વિન ન રમ્યો હોત તો તેના સ્તાને પ્લેઇંગ ઇલેવનમાં કોને સ્થાન મળશે. ઉલ્લેખનીય છે કે કે વિરાટ કોહલી અશ્વિનના સ્થાને ટીમમાં અનુભવી ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તક આપી શકે છે. ઇંગ્લેન્ડ સામે જાડેજાનો રેકોર્ડ પણ સારો રહ્યો છે.

આ ઉપરાંત ટીમ મેનેજમેન્ટ અશ્વિનના સ્થાને એક બેટ્‌સમેનને ટીમમાં સામેલ કરવા અંગે પણ વિચાર કરી રહી છે. જો આવું થાય તો કરુણ નાયર અને હનુમા વિહારીમાંથી એકને તક આપવામાં આવી શકે છે.

Previous articleઓઢવમાં સરકારી વસાહતની બિલ્ડીંગ ધરાશાયી  : ૬ વ્યક્તિને રેસ્કયુ કરાયા
Next articleશેન વોર્નની આત્મકથા ઑક્ટોબરમાં બહાર પડશે