જનરલ બોર્ડમાં ચીલાચાલુ લાંબી ચર્ચા પણ બધા જ ઠરાવો સર્વાનુમતે પાસ થયા

754
bhav19102017-1.jpg

ભાવનગર મહાપાલિકાના જનરલ બોર્ડ બેઠક મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ પદે મળેલ. આ બેઠકમાં એજન્ડા પરના તમામે તમામ ૩ ઠરાવો સર્વાનુમતે મંજુર કરી દેવાયા હતાં.
સભાની શરૂઆતે પ્રશ્નોતરી કાળ દરમ્યાન કોંગી નેતા જયદિપસિંહ ગોહિલે કન્સલ્ટીંગ આર્ટીટેકોની કામગીરી અને તેની પાછળના ખર્ચાની વિગતો પુછી હતી. જેમાં ઈ.ડબલ્યુ.એસ.ના મકાનો આખા પ્રોજેકટોમાં એસટીમેન્ટ ભુલ વિગેરે પ્રશ્નો ઉપરાંત તેમણે ચિત્ર ડ્રેનેજ પ્રોજેકટ મુદ્દે પણ સવાલો ઉભા કર્યા હતાં. આ સવાલોના તંત્ર દ્વારા તેમને જવાબો પણ આપી દેવામાં આવ્યા હતાં. તેમાં આ પછી રહીમભાઈ કુરેશીએ વધારાના કાર્યોમાં નવા બંધાયેલા આર્ટ ગેલેરી હોલોના વધુ પડતા ભાવો વિગેરે સવાલો ઉભા કરી આવા હોલોના ભાડા કોણ નકકી કરે નિયમો બોર્ડની સત્તા ખરી કે કેમ તેવા પ્રશ્નો ઉભા કર્યા હતાં. આ સવાલોના તંત્રના અધિકારીગણે જવાબો આપ્યા હતાં. આમ બોર્ડની પ્રશ્નોતરીમાં ચીલાચાલુ પ્રશ્નો વિપક્ષો દ્વારા ઉભા થતા બોર્ડનો લગભગ કિંમતી સમય આવા પ્રશ્નો પાછળ  વેડફાયા જેવી સ્થિતિ ઉભી થવા પામેલ. આજના વોર્ડમાં વિપક્ષ કોંગી નેતા જયદિપસિંહ ગોહિલ, રહિમ કુરેશી અને પારૂલબેન ત્રિવેદીએ પ્રશ્નોતરીમાં પ્રશ્નો ઉભા કર્યા હતાં.
પારૂલ ત્રિવેદીએ વાહનોના ઉપયોગ બાબત પ્રશ્નો પુછયા હતા પરંતુત ેમણે સભામાં એમ કહીને કહ્યું હતું કે મે મેયરનું માન રાખીને પ્રશ્નો પાછો ખેંચ્યો છે. પારૂલ ત્રિવેદીની આવી વાત સામે મેયર નિમુબેન બાંભણીયાએ સ્પષ્ટ પણ સાફસાફ શબ્દોમાં એમ જણાવી દિધુ હતું કે નામ મે એવુ નથીક ધિુ. મે ના નથી પાડી પ્રશ્નો પાછો ખેંચવા બેનને ચર્ચા કરવા દયો આમ મેયરે પારૂલબેન ત્રિવેદીની રજુઆતનો છેદ ઉડાડી દેતા પારૂલ ત્રિવેદીએ એવી વાત કરી કે હવે ત્રણ મહિના પછી વાત આ સવાલ હુ લાવીશ. આમ મેયરનુ નામ લઈને વોર્ડમાં રજુઆત કરવા સામે બોર્ડમાં ભારે આશ્ચર્ય ઉભુ થવા પામેલ. આ પછી નેતા જયદિપસિંહ ગોહિલે બાજી સંભાળી લઈ તેના પ્રશ્નોની રજુઆતો કરી હતી. અને તેમની રજુઆતમાં તેમણે તંત્રને ભીડવા કોશીષ કરી હતી જો કે અધિકારીઓના જવાબો પછી તેમણે પણ પ્રશ્નની વિગતો ટાળી હતી. જયદિપસિંહ ગોહિલે ઉઠાવેલ એક પછી એક પ્રશ્નોમાં વિકાસ લગડાતો, લગડાતો ચાલતો હોવાની શાસકોને રાજકિય ટકોર કરી હતી. તેમણે શિક્ષણ સમિતિ દ્વારા જવાબો નથી મળ્યાની બાબતનો ઉલેખ કર્યો હતો. શાસધિકારીએબ ોર્ડમાં તડને ફડ જવાબો આપી બોર્ડમાં ઉભા થયેલા પ્રશ્નોના સાફ સાફ શબ્દોમાં જવાબ આપી દિધા હતાં. મળેલા બોર્ડમાં અધ્યક્ષ સ્થાનેથી વિકાસના કાર્યોના પાંચ ઠરાવો સર્વાનુમતે પાસ થયા હતાં.  આમ આખુ બોર્ડ દર વખતની જેમ ચીલા ચાલુ ચાલ્યું હતું. મેયર નિમુબેન બાંભણીયએ કોંગ્રેસ સભ્યોને પોતાના પ્રશ્નો રજુ કરવાની લોકશાહી ઢબે વધુ તકો આપી હતી. પરંતુ પ્રશ્નો જ ચીલાચાલુ રહ્યા હતા. જેની બોર્ડ સભ્ય્માં પણ ઠકી ઠીક ચર્ચા જાગી હતી. 

Previous article લાયન્સ કલબ દ્વારા ઝુપડપટ્ટીમાં ફુડ પેકેટ વિતરણ
Next articleસ્માર્ટસિટી વિકસાવવા કંડલા પોર્ટને પર્યાવરણની લીલીઝંડી