વિવિધ સમાજની મહિલાઓએ મુખ્યમંત્રીને રક્ષા કવચ પ્રદાન કર્યું

922

મુખ્યમંત્રી રૂપાણીને આજે રક્ષાબંધન પર્વે સમાજના વિવિધ વર્ગોની બહેનો-માતાઓએ રાખડી બાંધી સુશાસનના આશિષ અને શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ પણ માતૃશક્તિના આશીર્વાદથી ગુજરાતની સર્વાંગી પ્રગતિ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહી છે તેમ બહેનો-માતાઓનો રક્ષાબંધન માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું. આ માતૃશક્તિના આશીર્વાદથી રાજ્યની વિકાસ ગાથા ઓર ગતિમાન બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

રક્ષાબંધનના પર્વે આજે સવારથી જ મુખ્યમંત્રી નિવાસ સ્થાને સમાજના વિવિધ વર્ગોની બહેનો, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો, પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ બહેનો, લઘુમતી સમાજની બહેનો સહિત વિશાળ સંખ્યામાં બહેનોએ  ઉમંગ ભેર ઉપસ્થિત રહી વિજયભાઈને રાખડી બાંધી હતી.મહિલા બાળ કલ્યાણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે સાથે ભાવનગર હોર્સ રાઈડિંગ કલબની ઘોડેસ્વાર બહેનો, દિવ્યાંગ દીકરીઓ-બહેનો અને બાઈક સવાર ભગિની શક્તિએ પણ મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી.

વિજયભાઈ રૂપાણી દિવ્યાંગ બહેનો પાસે રાખડી બંધાવવા પોતે ખુરશીમાંથી ઉભા થઈ સ્ટેજ પરથી નીચે ઉતરીને આ બહેનો પાસે પહોંચ્યા અને સ્નેહપૂર્વક પોતાના હાથે આ બહેનો-દીકરીઓ પાસે રક્ષાબંધન કરાવ્યું હતું.

અંજલિબહેન રૂપાણી પણ આ અવસરે મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત હતા.

Previous articleશેન વોર્નની આત્મકથા ઑક્ટોબરમાં બહાર પડશે
Next articleઘોઘાનાં દરિયે લોકમેળો યોજાયો