બરવાળા પંથકમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રતિક સમા રક્ષાબંધનની દબદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
શ્રાવણી પૂનમના પાવન દિવસે ભાઈ બહેનના અમર પ્રેમના પ્રતિક સમાન ગણાતો રક્ષાબંધન પર્વ બોટાદ જીલ્લા સહિત બરવાળા પંથકમાં ધામધૂમથી ઉજવાયો હતો ભાઈની રક્ષા કાજે બહેન દ્વારા ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કહેવાય છે કે ભારતમાં જ ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમા મુખ્ય તહેવારો ભાઈબીજ અને રક્ષાબંધનના તહેવારનું આગવુ મહત્વન છે. વિશ્વમાં બીજ કોઈ દેશમાં આવો કોઈ તહેવાર ઉજવાતો નથી. ભાઈની રક્ષા કાજે બહેન ભાઈના કાંડે રાખડી બાંધે છે અને આર્શિવાદ આપે છે. જ્યારે ભાઈ બહેનની રક્ષા કાજે અંતર આત્માથી વચન આપે છે આદી અનાદી કાળથી આ રક્ષાબંધનના તહેવારની ઉજવણી થતી આવી છે. હાલમાં સમય બદલાતા આધુનિક યુગમાં ઢબ મુજબ આ તહેવારની ઉજવણી રંગેચંગે થઈ રહી છે.