ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૦૭ અને વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગૌતમ ગંભીર હાલમાં ભલે ટીમ ઇન્ડિયાની બહાર હોય પરંતુ ભારતીય ફેન્સના દિલો પર તેઓ આજે પણ રાજ કરે છે. તેઓ અવારનવાર સૈનિકો અને શહીદોના પરિવારને મદદ કરતા જોવાયા છે જ્યારે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વે તેમણે એક બીજુ માનવતાનું ઉદાહરણ આપ્યું છે.
ગૌતમ ગંભીરે આજ રોજ બે ટ્રાંસજેંડર્સ અબીના અહર અને સિમરન શેખને પોતાની બહેન બનાવી તેમની પાસે રાખડી બંધાવી હતી. તેમણે આ પળને ફોટામાં કેદ કરીને પોતાના ટિ્વટર અકાઉન્ટ પર પ્રસશંનીય પોસ્ટ કરી હતી. તેમની આ પહેલને સોશ્યલ મીડિયા પર ફેન્સે ખૂબ જ પંસદ કરી હતી.
ગૌતમ ગંભીરને એકતા નામની બહેન છે જે તેમનાથી બે વર્ષ નાની છે. ગૌતમ તેમને પાતાની સૌથી સારી મિત્ર માને છે.